ભગવાન શિવને ચઢતા બીલીપત્ર વિશે જાણો
જ્યારે સમુદ્ર મંથનમાંથી વિષ બહાર આવ્યું અને શિવજીએ તેને કંઠમાં ધારણ કર્યુ અને તેની અસર ઓછી કરવા દેવી દેવતાઓ તેમને બીલીપત્ર ખવડાવવાના શરૂ કર્યુ કારણકે બીલીપત્ર ઝેરની અસર ઓછી કરે છે. અને આ જ કારણથી શિવજીને બીલીપત્ર ચઢાવવામાં આવે છે અને બીલીપત્ર વગર શિવજીની પૂજા અધૂરી માનવામાં આવે છે.
પણ એક વાત એ પણ છે કે આઠમ, ચૌદસ, અમાસ જેવી તિથીએ આ બીલીપત્ર તોડવા ન જોઈએ. તો આ દિવસે શિવજીની પૂજા કેવી રીતે થાય ?
તો આવા દિવસોએ શિવલિંગ પર ચઢાવેલ બીલીપત્ર ધોઈને શિવલિંગ પર ફરી ચઢાવી શકાય છે. અથવા પાન આગળ દિવસે તોડી લેવા જોઈએ.
શિવપુરાણ પ્રમાણે એવું માનવામાં આવએ છે કે બીલીનું વૃક્ષ એ ભગવાન શિવનું પ્રતિક છે અને આ વૃક્ષમાં દેવી દેવતાનો વાસ છે. જેણે કારણે વૃક્ષનું પૌરાણિક મહત્વ પણ ખૂબ છે.
શું બીલીપત્ર ઘરમાં વાવી શકાય છે?
જવાબ છે હાં, બીલીપત્ર ઘરમાં ઉત્તર-પશ્ચિમ દિશામાં વાવી શકાય છે. ઘરમાં વાવવાથી લોકોના વિચારોમાં સકારાત્મકતા આવએ છે.