દ્વારકા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે સ્થાનિક માલેતી નદીમાં નવા નીરની આવક થઈ છે. ભારે વરસાદના પગલે કલ્યાણપુર તાલુકાના ગણેશગઢથી કેશવપુર ગામનો જોડતા માર્ગ પર માલેતી નદીના પાણી ફરી વળ્યા હતા. એવામાં અહીં પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે અલ્ટો કાર તણાઈ હતી. જો કે ટ્રેક્ટરની મદદથી સ્થાનિકોએ કારને સહીસલામત બચાવી લીધી હતી.
છેલ્લા 50 વર્ષોથી એક પુલ ના બનવાના કારણે દર વર્ષે અહીં પાણી ફરી વળતુ હોવાના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાઈ રહ્યાં છે. હાલ માર્ગ પર પાણી ફરી વળવાના કારણે વાહન વ્યહાર ઠપ્પ થઈ ગયો છે.