પોરબંદર કોસ્ટગાર્ડે દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન કર્યું, જુઓ વીડિયો

2022-08-08 512

પોરબંદર કોસ્ટગાર્ડનું દરિયામાં રેસ્ક્યુ ઓપરેશન જોવા મળ્યું છે. જેમાં ઓખા નજીક ફિશિંગ કરતી બોટે લીધી જળ સમાધિ લીધી છે. તેમાં બોટ ડૂબતા બે ક્રુ મેમ્બરોએ મદદ માગી હતી. તેથી

કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર અને ચાર્લી સીપ C413 દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. રત્ન સાગર નામની ફિશિંગ બોટે જળ સમાધિ લેતા આ ઘટના બની હતી. તથા હાલ બન્ને ક્રુ મેમ્બરોને કિનારા પર લાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી છે.