રાજ્યમાં આજથી ભારે વરસાદની આગાહી છે. જેમાં અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનથી વરસાદ રહેશે. તથા દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મ.ગુજરાત
અને ઉ.ગુજરાત મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જેમાં 8થી 10 ઓગસ્ટ રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ રહેશે.
અપર એર સાયક્લોનીક સર્ક્યુલેશનથી રહેશે વરસાદ
ઉલ્લેખનીય છે કે સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચમાં વરસાદ ખાબકશે. તથા રાજકોટ, જામનગર, ભાવનગર, મોરબી, અમરેલી, પોરબંદર, ગીર સોમનાથમાં પણ વરસાદ રહેશે. તેમજ
અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ખેડા,નડિયાદમાં પણ વરસાદની આગાહી છે. તથા બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણમાં પણ મેઘમહેર થશે. જેમાં રાજ્યમાં આજથી ભારે વરસાદની
આગાહી છે. તેમાં અપર એર સાયકલોનીક સર્ક્યુલેશનથી વરસાદ રહેશે.
8થી 10 ઓગસ્ટ રાજ્યભરમાં રહેશે સાર્વત્રિક વરસાદ
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમાં સુરત, ડાંગ, નવસારી, વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે. તથા આગાહીને લઈ પાંચ દિવસ માટે તંત્ર એલર્ટ પર છે. તેમજ સુરતમાં
વરસાદી ઝાપટા સાથે વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ નવા સપ્તાહની શરૂઆતમાં મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી હવામાન વિભાગની આગાહી છે.