એવું માનવામાં આવે છે કે એક વખત દેવતાઓમાં વિવાદ થઈ રહ્યો હતો કે પૃથ્વી પર કોની સૌથી પહેલા પૂજા કરવામાં આવશે, અને આ વિવાદ વધતાં નારદજીએ તેમને સૂચન કર્યું કે તમે શિવજી પાસે આનો જવાબ માંગો. બધા જ દેવતાઓ ભેગા થઈ શિવજી પાસે જાય છે અને આ સવાલ કરે છે. શિવજી એક ઉપાય સૂચવે છે કે જે આ પૃથ્વીની પ્રદક્ષિણા સૌથી પહેલા કરશે તે પૃથ્વી પર પહેલા પૂજાવાને યોગ્ય ગણાશે જેથી બધા જ દેવતાઓ પોતાનું વાહન લઈને પૃથ્વીનું પરિભ્રમણ કરવા નીકળી પડે છે પણ ગણેશજીનું વાહન ઉંદર છે જેથી પરિભ્રમણ તો કેવ રીતે? પણ ગણેશજી ચતુર છે તેમણે માતા-પિતાને એક આસન બેસાડ્યા અને 7 વખત તેમની પ્રદક્ષિણા કરી. અને જ્યારે બધા દેવતા પરિબ્રહ્મણ કરીને આવ્યા ત્યારે ગણેશજીને ત્યાં ઉભેલા જોયા.. અને આમ માતા-પિતાને પોતાનું બ્રહ્માંડ માનવા સૌથી પહેલા તેમની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વી પર ગણેશજીની પૂજા સૌથી પહેલા કરવામાં આવે છે.