સુરત શહેરમાં ફરી એકવાર ચોરો બન્યા બેફામ

2022-08-07 1,172

સુરત શહેરમાં ફરી એકવાર ચોરો બેફામ બન્યા છે. જેમાં ડીંડોલી વિસ્તારમા ચોરી કરવા ચોરો રેકી કરતા હોય તે સમગ્ર ઘટના CCTV કેદ થઇ છે. તેમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં ચોરી

ની ઘટના બની છે. તેમજ ચોરો તાળું તોડવાના પ્રયત્ન કરી રહ્યા છે. જેમાં ચોરોની ગેંગ સ્થાનિક વિસ્તારમાં સક્રિય થઈ છે. તેમાં ત્રણેક જેટલા ચોર CCTVમાં કેદ થયા છે. જેમાં મળસ્કે 4

થી 5 વાગ્યાના દરમ્યાન ચોરો વિસ્તારમાં ફરતા દેખાઇ રહ્યાં છે. જેમાં બાજુના ઘરમાં નાનું છોકરું રડતા ચોરો ફરાર થયા હતા. તેમાં ડીંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.