ગુજરાતના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ખેડા જિલ્લામાં આવેલી માતર મામલતદાર કચેરીની ઓચિંતિ મુલાકાત લીધી હતી. કચેરીમાં જમીનની ફેરફારની કુલ 1730 નોંધોની ચકાસણી કરાઈ હતી. જે પૈકી 628 કેસો શંકાસ્પદ મળ્યા હતા. જેની ચકાસણી માટે 500 લોકોને પુરાવાઓ રજૂ કરવા અને 260 વ્યકિત સામે કલમ 84 સી હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.