સુરતમાં લેબર રૂમ બહાર મહિલાની પ્રસૂતિ થઇ છે. જેમાં મહિલા લેબર રૂમ બહાર વોક કરી રહી હતી. ત્યારે વોક દરમિયાન મહિલાની પ્રસૂતિ થઇ ગઇ હતી. તેમાં મૃત બાળકનો જન્મ થતા
સિવિલ પ્રશાસન પર સવાલ ઉઠ્યા છે. તેમજ સિવિલમાં ડોક્ટરોએ ચાલવા મોકલેલી સગર્ભાની લેબર રૂમની બહાર પ્રસૂતિ થઇ જતા લોકોમાં રોષ ફેલાયો છે.
મહિલા લેબર રૂમની બહાર ચાલી રહી હતી ત્યારે ચાલવા દરમિયાન ગર્ભસ્થમાંથી શિશુનું માથું બહાર આવી ગયું હતુ. તથા મહિલાના પગે લોહી લાગતા પ્રસૂતિ થઈ હોવાની મહિલાએ
બુમરાણ કરી હતી. જેમાં મહિલાની પ્રસૂતિ થઈ જતા દોડધામ મચી ગઈ હતી. તથા વોર્ડના તબીબો તેણીને તાબડતોબ વોર્ડમાં લઈ જઈ સારવાર શરૂ કરી હતી.