ગુજરાતમાં આમતો દારૂ બંધી છે પણ ખુલ્લે આમ દારૂ મળી રહ્યો છે. એટલું જ નહિ લોકો દારૂના નશામાં ભાન ભૂલી જે ન કરવાનું કરી બેસે છે. એવી અનેક ચોંકાવનારી ઘટના અગાઉ સામે
આવી ચૂકી છે ત્યારે વધુ એક ઘટના રાજકોટમાં સામે આવી છે. તેમાં મકાન માલિકે બે વર્ષના બાળકને ઈંગ્લીશ દારૂ પાઈ દીધો અને બાળક બેભાન થતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે
ખસેડવામાં આવ્યો છે.
પરિવાર 10 દિવસ પહેલા ભાડે રહેવા આવ્યો હતો
ઉલ્લેખનીય છે કે બાળકના પિતાએ મકાન ભાડે રાખીયાને 10 દિવસ જેટલો સમય થયો છે અને મકાન મલિકની બંધ હોટલ શરૂ કરી અને પોતાના પરિવારનું પેટયું રડવા કામ શરૂ કર્યું
અને પરિવારને ક્યાં ખબર હતી મકાન માલિકને દારૂની લત છે. છતાં પણ પોતે પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં હતા. પણ રાત્રીના મકાન મલિકે જમવાનું બનાવવા કહ્યું અને
બાળકની માતા રસોઈ કરે ત્યાં વનરાજ પાછળથી બાળકને દારુ પાતો હતો.
મકાન માલિકે દારૂના નશામાં ભાન ભૂલ્યો
પિતા જોઈ જતાં બાળકના મોઠે માંડેલો ગ્લાસ પાછો ખેચીયો અને બાળકના શરીરે દારૂ ઠોળાઈ ગયો હતો. જોકે બાળક બેભાન થતા રાજકોટ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો છે.
આ અંગે થોરાડા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.