માતા-પિતાની ગાંભોઈ પોલીસ સ્ટેશને પૂછપરછ હાથ ધરાઈ

2022-08-05 1,244

સાબરકાંઠાના ગાંભોઈમાં બાળકીને જીવતી દાટવાના કેસમાં ચોંકાવાનાર ખુલાસા થયા છે. જેમાં માતા-પિતાની ગાંભોઈ પોલીસ સ્ટેશને પૂછપરછ હાથ ધરાઈ છે. તેમાં ડીવાયએસપી,

પીઆઈ, એલસીબીએ પૂછપરછ હાથ ધરી છે. જેમાં શંકાસ્પદ માતા-પિતાએ કેટલાક ખુલાસા કર્યા છે.

માત-પિતાએ બાળકીને જીવતી ખેતરમાં દાટી દિધી હતી

ઉલ્લેખનીય છે કે પુત્રના મોહમાં પુત્રી જન્મતા માત-પિતાએ બાળકીને જીવતી ખેતરમાં દાટી દિધી હતી. જેમાં સાબરકાંઠાના હિંમતનગરના ગાંભોઈ વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના

સામે આવી હતી. ગાંભોઈ UGCVL ઓફિસની બાજુમાં એક નવજાત બાળકનો રડવાનો અવાજ આવતો હતો. જેથી ત્યાં હાજર શ્રમિકોએ રડવાનો અવાજ આવતા તેઓએ સ્થાનિકોને જાણ

કરી હતી.

અનેક ખુલાસા થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે

આથી બાળકના રડવાના અવાજના પગલે જ્યારે જમીન ખોદવામાં આવી તો અંદરથી જીવિત હાલતમાં બાળકી મળી આવી. આથી, તુરંત બાળકીને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાઈ. આ

મામલે ગાંભોઈ પોલીસને પણ જાણ કરાઈ હતી. પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી. જેમાં આજે ગાંભોઈમાં બાળકીને જીવતી દાટવાના કેસમાં બાળકીના
માતા-પિતાની ગાંભોઈ પોલીસ સ્ટેશને પૂછપરછ હાથ ધરાઈ છે. તેમાં અનેક ખુલાસા થતા લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Videos similaires