સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં 1154 કેસ સામે આવ્યા

2022-08-05 254

સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેમાં 24 કલાકમાં વધુ 1154 કેસ નોંધાયા છે. તથા અત્યાર સુધી લમ્પી વાયરસથી 43 પશુઓના મોત થયા છે. તેમજ રાજકોટમાં લમ્પી

વાયરસના 241 કેસ છે. તથા મોરબીમાં 190 કેસ અને જામનગરમાં 249 કેસ સાથે દ્વારકામાં 356 અને પોરબંદરમાં 60 કેસ તથા જુનાગઢમાં 22 અને અમરેલીમાં 36 કેસ છે.

સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં વધુ 1154 પશુ લમ્પીના ઝપેટમાં

ગુજરાતમાં લમ્પી વાયરસનો હાહાકાર યથાવત છે. તેમાં સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં વધુ 1154 પશુ લમ્પીના ઝપેટમાં આવ્યા છે. તેમાં 43 પશુના લમ્પી વાયરસથી મોત થયા છે. જેમાં

રાજકોટ 241, મોરબી 190, જામનગર 249, દ્વારકા 356, પોરબંદર 60, જૂનાગઢ 22, અમરેલી 36 કેસ સામે આવ્યા છે. તેમજ ભાવનગરમાં લમ્પીનો પગપેસારો વધી રહ્યો છે, આજે વધુ

131 કેસ વધવા સાથે 14 પશુઓના મોત નિપજતા મોતની સંખ્યા 88એ પહોંચી ચૂકી છે. લમ્પીના કેસમાં સતત વધારો થવાના પગલે પશુપાલકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

જિલ્લાના 10 પૈકીના 9 તાલુકાઓમાં લમ્પીનું સંક્રમણ

ભાવનગર જિલ્લાના 10 પૈકીના 9 તાલુકાઓમાં લમ્પીનું સંક્રમણ છે. આજે વધુ 39 ગામોમાં સંક્રમણ ધ્યાન ઉપર આવ્યુ છે. મોતની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તો બીજી બાજુ

સંક્રમણ નિયંત્રણ કરવા દેશ ઉપચાર ચાલી રહ્યા છે. તંત્ર દ્વારા રસીકરણ પણ ચાલુ છે, આજે 19,713 પશુઓને રસી આપવામાં આવી હતી, જેથી રસીકરણની સંખ્યા 1,02,881 પહોંચી છે.

પશુપાલકો ચિંતામાં મૂકાઈ ગયા છે, રોજબરોજ પશુઓ બિમાર પડવા સાથે મોતના મુખમા ધકેલાઈ રહ્યા છે, વધુ સંખ્યામાં પશુ રાખતા પશુપાલકો દેશી ઉપચાર કરવા મથામણ કરી રહ્યા

છે. તંત્ર રસીકરણ વધારવા દોડધામ કરી રહ્યુ છે. કોઈ પણ સંજોગોમાં લમ્પી નિયંત્રણમાં આવે તેવા પ્રયાસો ચાલી રહ્યા છે.