ભરૂચના અંકલેશ્વરમાં યુનિયન બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં લૂંટારૂઓ ત્રાટકવાની ઘટના સામે આવી છે. આ લૂંટારૂઓ દેશી તમંચા સાથે શાખામાં ધસી આવ્યા હતા અને લૂંટ ચલાવી હતી, જોકે પોલીસે સમયસર આવી જતાં લૂંટારૂઓ ભાગ્યા હતા અને લૂંટારૂઓનો પોલીસે પીછો કરતા લૂંટારૂઓએ પોલીસ પર ફાયરિંગ કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટના સમયે રસ્તા પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોય તેમ લોકો ભયભીત થયા હતા.