રાજ્યના 106 ગામોમાં લમ્પી વાયરસનો કહેર જોવા મળ્યો છે. જેમાં અત્યાર સુધી 57,677 પશુઓ લમ્પીથી અસરગ્રસ્ત થયા છે. તેમાં લમ્પીના કારણે કુલ 1639 પશુઓના મોત થયા છે.
તેમજ પશુઓના રસીકરણમાં વધારો કરાયો છે. તથા સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસમાં વધારો થયો છે.
સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કેસમાં વધારો
સમગ્ર રાજ્યમાં ફેલાયેલા લમ્પી સ્કીન ડિસીઝને લઇને પશુપાલન વિભાગ તેમજ જિલ્લા વહીવટીતંત્ર સજજ બન્યુ છે. જિલ્લામા ઉમરેઠ સિવાયના બાકીના સાત તાલુકાઓમાં 79 ગામોમાં
147 પશુ અસરગ્રસ્ત થયા છે. જેમા આણંદ તાલુકાના 10 ગામના 13 પશુ, આંકલાવ તાલુકાના 6 ગામના 6 પશુ, બોરસદમાં 12 ગામના 21 પશુ, પેટલાદના 15 ગામના 47 પશુ, ખંભાતના
19 ગામના 21 પશુઓ, તારાપુરના 14 ગામના 24 પશુઓ, સોજીત્રા તાલુકાના 4 ગામના પશુઓનો સમાવેશ થાય છે તેમ પશુપાલન નિયામક ડૉ.સ્નેહલ પટેલે જણાવ્યુ છે.
લમ્પીના કારણે કુલ 1639 પશુઓના મોત
આણંદ જિલ્લામા લમ્પી ડિસીઝના કેસો જણાતા કલેક્ટર મનોજ દક્ષિણી, ડીડીઓ મિલિંદ બાપનાએ આ અંગે તાકીદની બેઠક બોલાવીને અસરગ્રસ્ત ગામોમાં રસીકરણની કામગીરી યુદ્ધના
ધોરણે શરૂ કરવાની સુચના આપતા અત્યાર સુધીમાં જિલ્લાના અસરગ્રસ્ત 79 ગામોમાં 9193 પશુઓને અમૂલ ડેરી, પશુપાલન વિભાગ દ્વારા રસી મૂકાઈ છે. ઉપરાંત જિલ્લામા રોગચાળાનુ
સંક્રમણ ફેલાય તે માટે જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ગૌશાળામાં પણ રસીકરણની કામગીરી ચાલી રહી છે. આંકલાવ તાલુકાના અસરગ્રસ્ત ગામોના 1200, આંકલાવ તાલુકાના 100,
બોરસદ તાલુકાના 300, પેટલાદ તાલુકાના 2460, ખંભાત તાલુકાના 4722, તારાપુરના 291 અને સોજીત્રા તાલુકામા 120 પશુઓનું વેકસિનેશન કરાયું છે.