આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલમાં ભારે
વરસાદની આગાહી છે. તથા અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી છે. પૂર્વાનુમાન મુજબ ઓગસ્ટ મહિનામાં
સારો વરસાદ પડશે.
અમદાવાદમાં પણ મધ્યમ વરસાદની આગાહી કરાઈ
જેમાં અમદાવાદમાં કેટલાંક દિવસના વિરામ પછી મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. તેમાં બુધવારે સાંજે મૂશળધાર વરસાદ તૂટી પડયો હતો. ઉત્તર ઝોનમાં સાંજે 6 થી 10 વાગ્યા
સુધી 4 કલાકમાં કોતરપુરમાં સૌથી વધુ સવા 3 ઈંચ, નરોડામાં સવા 2 ઈંચ અને નિકોલમાં પોણા 2 ઈંચ, મેમ્કોમાં સવા ઈંચ વરસાદ તૂટી પડવાને કારણે ઘૂંટણ સુધી પાણી ભરાયા હતા.
જેના કારણે નોકરી-ધંધા અને ઓફિસેથી ઘેર જનારા શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
વરસાદી સિસ્ટમ સક્રિય થતા ભારે વરસાદની આગાહી
શહેરના પૂર્વ અને ઉત્તર ઝોનમાં આવેલા કોતરપુર, સરદારનગર, નરોડા, સૈજપુર, રામોલ, વિરાટનગર, નિકોલ, બાપુનગર, ઈન્ડિયા કોલોની, નવા નરોડા, વસ્ત્રાલ, ઠક્કરનગર, ઓઢવ,
મેમ્કો, વગેરે વિસ્તારોમાં લોકોના મકાનો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને તેના કારણે પૂર્વ પટ્ટાના રહીશો ભારે મુશ્કેલીમાં મૂકાયા હતા. અત્યાર સુધીમાં શહેરમાં મોસમનો 704.73
મિ.મિ. એટલે કે 27.75 ઈંચ વરસાદ નોંધાયો છે.