ગુજરાતના યુવાનોને બરબાદ કરવાના હેતુથી ચરસનો જથ્થો સૌરાષ્ટ્રના દરિયા કિનારાથી ઘુસાડવાના પ્રયત્નને એસઓજી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યો. માંગરોળ દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ગત મોડી સાંજથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. પોલીસને બાતમી મળતા એસઓજીની ટીમ દ્વારા ઓપરેશન એક્ટિવ કરવામાં આવ્યું. જેમાં માંગરોળના નવી બંદર વિસ્તારના દરિયા કિનારા પાસેથી અર્ધ સળગેલી હાલતમાં બે પેકેટ અને બાકીના ચાર પેકેટ એમ કુલ છ ડ્રગ્સના પેકેટ મળી આવ્યા.