અમેરિકાનું સિક્રેટ ઓપરેશન થયું સફળ

2022-08-03 728

આખી દુનિયાને આતંકના નિશાન પર રાખનાર અલ કાયદાના નેતા અયમાન અલ-જવાહિરીને અમેરિકાએ મારી નાખ્યો. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવા પર જવાહિરીએ ભારતને ધમકી આપી હતી.

અલકાયદાના વડા અયમાન અલ-જવાહિરી અમેરિકા સહિત સમગ્ર વિશ્વ માટે આતંકનો પર્યાય હતો. હવે અમેરિકાએ તેને અફઘાનિસ્તાનમાં શોધીને ખતમ કરી દીધો છે. જવાહિરીએ ઘણી વખત ભારતને ધમકી પણ આપી હતી. અફઘાનિસ્તાનના કાબુલમાં બેસીને તે ભારત સહિત વિશ્વના અનેક દેશોને ધમકીઓ આપતો હતો. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાને મુસ્લિમોના મોઢા પર થપ્પડ ગણાવી હતી. અલ-કાયદાએ તાજેતરના સમયમાં ભારત સામે ઘણી ધમકીઓ આપી છે. આ બધા પાછળ જવાહિરીનો હાથ હતો. નૂપુર શર્માના નિવેદન બાદ આ આતંકવાદી સંગઠને ભારતમાં મોટા હુમલાની ધમકી આપી હતી. 25 લાખ ડોલરની ઈનામી રકમ સાથે આતંકવાદી જવાહિરીની હત્યા બાદ આખી દુનિયાએ રાહતનો શ્વાસ લીધો છે.