નેન્સી પેલોસીએ તાઈવાનની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી. રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન અને નેન્સી પેલોસીએ બેઠક કરી. તાઈવાનની સંસદ પણ નેન્સી પેલોસી જશે. પેલોસીએ કહ્યુ કે, અમે તાઈવાનની લોકશાહીના સમર્થક છીએ. તાઈવાનના સમર્થનમાં આખુ અમેરિકા એકજૂટ છે. તાઈવાનનો હંમેશા સાથ આપીશું. સહયોગ અને સમર્થન માટે તાઈવાનનો આભાર. તાઈવાનને આપેલા વચનથી પીછેહઠ નહીં કરીએ.