અરવલ્લી જિલ્લામાં વરસાદની ફરી એન્ટ્રી, વાતાવરણમાં ઠંડક

2022-08-02 70

અરવલ્લી જિલ્લાવાસીઓ હાલ વાતાવરણના ઠંડકની મજા માણી રહ્યા છે. જિલ્લાવાસીઓનું આ મજાનું કારણ મેઘરાજાની પધરામણી છે. જિલ્લામાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહ્યું હતું, જોકે ત્યાર બાદ મોડાસા તેમજ આસપાસના પંથકમાં વરસાદ શરૂ થઈ જતાં નાનાથી લઈ મોટેરાઓ મોજમાં આવી ગયા હતા. તો મોડાસામાં અડધો ઇંચ કરતા વધુ વરસાદ થયો હતો, જેના કારણે માર્ગો પર પાણી ફરી ભરાઈ ગયા હતા.