શનિવારે રાત્રે 9:48 કલાકે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અમેરિકાનો કોઈ અધિકારી અફઘાનિસ્તાનમાં હાજર ન હતો. અમેરિકાએ ડ્રોન હુમલામાં અલ-કાયદાના વડા અલ-જવાહિરીને મારી નાખ્યો. અલ જવાહિરી (71 વર્ષ) ઓસામા બિન લાદેનના મૃત્યુ પછી આતંકવાદી સંગઠન અલ કાયદાનો નેતા હતો. જવાહિરી કાબુલમાં એક ઘરમાં છુપાયો હતો. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને અલ-જવાહિરીના મોતની પુષ્ટિ કરી છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે, જવાહિરી 9-11ના કાવતરામાં સામેલ હતો. આ હુમલામાં 2,977 લોકોના મોત થયા હતા. દાયકાઓથી તે અમેરિકનો પર હુમલાનો માસ્ટરમાઈન્ડ રહ્યો છે.