વિધાનસભા ચૂંટણી પહેલા રાજનીતિના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં પાટીદારો માટે 50 બેઠકો પર ટિકિટની માગણી કરવામાં આવી છે. તેમજ પાટીદારોને ઓછામાં ઓછી 50 બેઠકો
પર ટિકિટ મળવી જોઇએ તથા 25 બેઠકો પર અમે નિર્ણાયક ભૂમિકામાં છીએ તેમ જેરામ પટેલે જણાવ્યું છે.
એકલી રૂમ રાખીને રહેતી યુવતીઓમાં આ પ્રશ્ન વધુ
ઉલ્લેખનીય છે કે રૂપાણી જીત્યા હતા તે બેઠક પર પાટીદારને ટીકીટ આપવા માગ કરવામાં આવી છે. તેમજ વિધાનસભાની 69 નંબરની બેઠક પર ટિકિટ આપવા માગ કરવામાં આવી છે.
તથા લવજેહાદ મુદ્દે જેરામ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમાં લવજેહાદનો ભોગ બનેલી યુવતીઓને પાછી લવાશે. એકલી રૂમ રાખીને રહેતી યુવતીઓમાં આ પ્રશ્ન વધુ છે. તેમજ
હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે તેમાં આવા પ્રશ્નો ઓછા છે. તેમજ લેભાગુ યુવાનો આવી દીકરીઓ ફસાવે છે.
લવજેહાદ અટકાવવા કાર્ય શરૂ
વિશ્વ ઉમિયા ધામ બેઠક બાદ સિદ્ધસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં પાટીદાર સમાજની દીકરીઓને ભગાડી જવા મુદ્દે નિવેદન આપ્યું છે. તેમાં 6
સંસ્થાના પ્રતિનિધિ સરકારમાં મળવા ગયા હતા. તથા સરકારને રજુઆત કરી લવજેહાદ અટકાવવા માટે લગ્નમાં માતા અથવા પિતાની શહી હોવી જરૂરી છે. તથા લવજેહાદનો ભોગ
બનેલી યુવતી પરત લાવવા માટે બેઠક કરી આયોજન કરીશું. તેમજ દીકરીઓ માટે કાયમ કહેતો આવું છું. 32 વર્ષથી સંસ્થા ચાલવું છું જે દીકરીઓ હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે તેમાં આવા
પ્રશ્નો ઓછા છે. તથા રૂમ રાખી રહેતી દીકરીઓમાં આ પ્રકારના બનાવ વધુ બને છે. માત્ર પાટીદાર નહિ પણ અનેક સમાજમાં આ પ્રકારની ઘટના બને છે. તથા લેભાગુ યુવાનો આવી
દીકરીઓને પોતાની જાળમાં ફસાવે છે.