રોગચાળો વકર્યો છે જેના કારણે સાવચેતી જરૂરી: AMA

2022-07-31 2

અમદાવાદમાં રોગચાળાને લઈને AMAએ ચેતવણી આપી છે. જેમાં રોગચાળો વકર્યો છે જેના કારણે સાવચેતી જરૂરી છે તેમ AMAએ જણાવ્યું છે. તથા વરસાદના કારણે રોગચાળો વધ્યો

છે. તેમજ ડેન્ગ્યુ, મલેરીયા, ચિકનગુનિયાના કેસો વધી રહ્યા છે. સ્વાઇનફ્લૂના કેસો પણ ચિંતા જનક છે. તથા બાળકો અને વૃદ્ધોએ તકેદારીની ખાસ જરૂર છે.

બાળકો અને વૃદ્ધોએ તકેદારીની ખાસ જરૂર:AMA

AMAએની અમદાવાદના લોકોને ચેતવણી છે. જેમાં રોગચાળો વકર્યો છે જેના કારણે સાવચેતી જરૂરી છે. તેમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. તેમાં સ્વાઇનફ્લૂના કેસો

પણ ચિંતા જનક છે. તેમજ કોરોના કેસો વધ્યા છે તે પણ ગંભીર છે. તેથી બાળકો અને વૃદ્ધોએ તકેદારીની ખાસ જરૂર છે. તથા મા-બાપે બાળકોનું ખાસ ધ્યાન રાખવું પડશે.

24 કલાકમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા

રાજ્યમાં કોરોનાના કેસ ફરી 1012 કેસ નોંધાયા છે. સાવચેતી નહીં રાખો તો હજુ આ અંકડો વધી પણ શકે છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1012 કેસ નોંધાયા છે. જ્યારે

કોરોના સંક્રમણથી 954 દર્દીઓ સાજા થયા છે. ત્યારે રાજ્યમાં કોરોનાથી આજે બે દર્દીઓનું મોત થયું છે. આ સાથે કોરોનાનો રિકવરી રેટ ઘટીને 98.63 ટકા થઈ ગયો છે. રાજ્યમાં હાલ કુલ

દર્દીઓની વિગતો જોઈએ તો રાજ્યમાં હાલ 6274 એક્ટિવ કેસ છે. જેમાંથી 12 દર્દી વેન્ટિલેટર પર છે. જ્યારે 6262 દર્દીઓ સ્ટેબલ છે.

Videos similaires