સાબરકાંઠાને પ્રધાનમંત્રી મોદીએ વિકાસકાર્યોની ભેટ આપી

2022-07-28 307

સાબરકાંઠાને પ્રધાનમંત્રી મોદીએ વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં સાબરકાંઠામાં પ્રોજેકટનું લોકાર્પણ કર્યું છે. જેમાં સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું છે. તેમાં

ચીઝ પ્લાન્ટ 600 કરોડના ખર્ચે તૈયાર થયો છે. તેમાં સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું છે કે આજે સાબરડેરીનો વિસ્તાર થયો છે. પશુઓની ચિકિત્સા આયુર્વેદિક પદ્ધતિથી થઇ

રહી છે. જ્યોતિગ્રામ યોજનાથી ગામડે ગામડે વીજળી પહોચી છે.

પશુ આરોગ્યમેળાઓની પણ ગુજરાતથી શરૂઆત થઇ છે.

તેમજ આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ વધુમાં જણાવ્યું છે કે સાબરડેરીની ક્ષમતા વધી છે. જે નવા પ્લાન્ટનું ભૂમિપૂજન થયુ તે સામર્થ્યને વધારશે. ખેડૂત અને ચેરમેનોનો આભાર. તેમજ

PM મોદીએ ભૂરાભાઈ પટેલને યાદ કર્યા છે. તથા જણાવ્યું છે કે ભૂરાભાઈના પ્રયાસથી લોકોનું જીવન બદલાયુ છે. તેમજ PM મોદીએ જૂના સાથીઓને પણ યાદ કર્યા છે. ગુજરાતના

કેટલાક જિલ્લામાં અતિવૃષ્ટિ છે. તેમાં દાયકાઓ પહેલાની સ્થિતિ બદલવાનો નિર્ણય કર્યો છે. કૃષિ અને પશુપાલન ક્ષેત્રમાં વિકાસ કર્યો છે. તેમાં ડેરી ઉદ્યોગે અર્થવ્યવસ્થાને સ્થિરતા આપી

છે. તથા ગુજરાત દેશનું એ રાજ્ય છે જ્યાં પશુઓ માટે હેલ્થકાર્ડ છે. પશુ આરોગ્યમેળાઓની પણ ગુજરાતથી શરૂઆત થઇ છે. ગામડામાં મિલ્ક ચીલિંગ પ્લાન્ટ ઉભા થયા છે. તે જ્યોતિગ્રામ

યોજનાથી આ શક્ય બન્યુ છે. તથા ગુજરાતનું ડેરી માર્કેટ એક લાખ કરોડ સુધી પહોંચ્યુ છે. જેમાં દૂધ સમિતિમાં મહિલાઓનો સમાવેશ થાય છે.

PM મોદીએ સાબરકાંઠામાં પ્રોજેકટનું લોકાર્પણ કર્યું

પ્રધાનમંત્રી મોદીએ સાબરકાંઠામાં પ્રોજેકટનું લોકાર્પણ કર્યું છે. જેમાં સાબર ડેરીના વિવિધ પ્લાન્ટનું PM મોદીએ લોકાર્પણ કર્યું છે. તેમાં ચીઝ પ્લાન્ટ 600 કરોડના ખર્ચે તૈયાર થયો છે.

તથા ટેટ્રાપેક પ્લાન્ટનું પણ PMના હસ્તે લોકાર્પણ થયુ છે. તેમાં 125 કરોડના ખર્ચે 3 લાખ લીટર ક્ષમતા ધરાવતો ટેટ્રાપેક પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યક્રમમાં હાજરી આપશે

ઉલ્લેખનીય છે કે PM મોદી સાબર ડેરીના પ્લાન્ટનું લોકાર્પણ કર્યું છે. જેમાં રૂપિયા 305 કરોડના ખર્ચે પાવડર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. તેમજ ગિફ્ટ સીટીમાં ઈંટરનેશનલ

ફાઈનાન્સિયલ સેંટરની મુલાકાત લેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એક વખત ગુજરાત પ્રવાસે આવશે. જેમાં આવતીકાલે પીએમ મોદી ગુજરાત આવશે. તેમાં ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં

કાર્યક્રમમાં હાજરી આપશે.

સાબર ડેરીના કાર્યક્રમ બાદ PM ચેન્નાઈ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબર ડેરીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે. તેમજ સાબર ડેરીનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નાઈ જશે. જેમાં ચેન્નાઈમા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

રાત્રી રોકાણ કરશે. અને 29 જુલાઈએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાત પરત ફરશે. જેમાં 29 જુલાઈના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાજભવન જશે. અને રાજભવનથી ગિફ્ટ સીટી

ખાતે કાર્યક્રમમાં જશે. તેમાં ગિફ્ટ સીટીનો કાર્યક્રમ પૂર્ણ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પરત ફરશે.