વેરાવળમાં દેશી દારૂની હાટડીઓના વીડિયો સામે આવ્યા

2022-07-28 7

રાજકોટના શાપર વેરાવળમાં દેશી દારૂના હાટડાના વીડિયો સામે આવ્યા છે. જેમાં ઔદ્યોગિક વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરવામાં આવ્યું છે. તેમાં રાજકોટમાં પણ લઠ્ઠાકાંડ સર્જાય તે

પહેલા પોલીસ કાર્યવાહીની માગ ઉઠી છે. તેમાં ઈન્ડસ્ટ્રીયલ એરીયા એવા રાજકોટના શાપર વેરાવળમાં ધમધમતા દેશી દારૂના હાટડાના વીડિયો સામે આવતા ચકચાર મચી છે.

ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં દેશીદારૂનું વેચાણ બેરોકટોક બન્યું

ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડ વચ્ચે શાપર વેરાવળમાં ખુલ્લે આમ ધમધમતા દેશી દારૂના હાટડા જોવા મળ્યા છે. વિસ્તારમાં દેશી દારૂના વહેંચાણની સાથે પ્યાસીઓની મંડાતી મહેફીલો હોવાની

વિગતો સામે આવી છે. તેમાં ખુલ્લે આમ ધમધમતા દેશી દારૂના અડ્ડાઓ સામે સ્થાનિક પોલીસની મીઠી નજર હોવાની ચર્ચાઓ થઇ રહી છે. શાપર વેરાવળમાં હજારો પરપ્રાંતિયો મજૂરીકામ

કરતા હોય એવા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં દેશીદારૂનું વેચાણ બેરોકટોક બન્યું છે.

દેશીદારૂના વેચાણમાં લઠ્ઠાકાંડ સર્જાશે!

ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં દેશીદારૂના વેચાણમાં લઠ્ઠાકાંડ સર્જાય તે પહેલા જ પોલીસ દ્વારા પગલા ભરવા જરૂરી છે. ત્યારે સાપર વેરાવળ પોલીસ લઠ્ઠાકાંડની રાહ જોઈ રહી છે? જ્યારે આ

પ્રકારના લઠ્ઠાકાંડ થતા હોય છે ત્યારે જ પોલીસને દારૂના અડ્ડા નજરમાં આવે છે. હવે શું સાપર પોલીસ આ તમામ જગ્યા ઉપર દારૂના અડ્ડા બંધ કરાવશે કે વહી તેરી ભી ચુપ અને મેરી ભી

ચુપ જેવો ઘાટ ઘડાશે.

Videos similaires