ગૃહમાં સ્મૃતિ ઇરાનીનું રૌદ્ર સ્વરૂપ, કોંગ્રેસને બરાબર લીધી આડે હાથ

2022-07-28 1,387

સંસદમાં છેલ્લા બે સપ્તાહથી ગૃહનો નજારો અલગ હતો. વિપક્ષના મોંઘવારી અને જીએસટીના મુદ્દે સરકાર બેકફૂટ પર હતી ત્યારે આજે બંને ગૃહોમાં માહોલ સંપૂર્ણપણે બદલાઈ ગયો હતો. ભાજપે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીના રાષ્ટ્રપતિને લઈને નિવેદન પકડ્યું અને લોકસભા અને રાજ્યસભામાં કોંગ્રેસ પાર્ટીને બરાબર ઘેરી લીધી. અધીર રંજનના નિવેદન પર બંને ગૃહોમાં ભારે હોબાળો થયો હતો. સામાન્ય રીતે હળવી વાત કરતા બીજેપી નેતા સ્મૃતિ ઈરાની આજે અલગ જ રૂપમાં દેખાયા. ઈરાનીનો ચહેરો આજે તમતમી ઉઠ્યો હતો. તેમણે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી પર સીધો પ્રહાર કર્યો. ગુસ્સામાં જોવા મળતા ઈરાનીએ પોતાના ભાષણમાં કોંગ્રેસ પર સતત શબ્દોના પ્રહારો કર્યા હતા.

Videos similaires