લઠ્ઠાકાંડ : 13 દર્દીઓ હોસ્પિટલમાંથી ફરાર । 15 આરોપી સકંજામાં

2022-07-27 135

ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે આ કાંડમાં અત્યાર સુધીમાં 42થી વધુ લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ગૃહરાજ્ય મંત્રી હર્ષસંઘવીએ કહ્યું કે, એક પણ ગુનેગારોને બક્ષવામાં નહીં આવે. તો આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપી પોલીસના સકંજામાં આવ્યા છે. તો ભાવનગરમાં જે લોકોએ દારૂ પીધો હતો તે 13 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જોકે તેઓ હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયા છે.