સુરતમાં એપેન્ડિક્સના સામાન્ય ઓપરેશનમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત થયું

2022-07-27 3

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ડોક્ટરની બેદરકારીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૫ વર્ષીય પરણીતાને એપેન્ડિક્સનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જે બાદ મહિલાનું મૃત્યુ થયું હતું. આથી પરિવારજનોએ ડોક્ટર ઉપર બેદરકારીનો આક્ષેપ કર્યો હતો.