હાલ ગુજરાત પર મેઘરાજાની સફર ચાલી રહી છે, ત્યારે આ સફર વચ્ચે હાથણી ધોધ પર પણ નયનરમ્ય નજારો જોવા મળ્યો છે. આ હાથણી ધોધ જાંબુઘોડા અભયારણ્યને અડીને આવેલા સરસવા ગામનાં જંગલ વિસ્તારમાં આવેલો છે. જાંબુઘોડા તાલુકાના પોયલી, રણજીતપુરા, આંબાપાણી વગેરે વિસ્તારમાંથી આવતા કોતરોનું પાણી ડુંગરની ટોચ ઉપરથી પડે છે, જેણે હાથણી ધોધ કહેવાય છે. હાથણી ધોધ નામ એટલે પાડવામાં આવ્યું છે કે, જે સ્થળે ધોધ પડે છે ત્યા નીચે ગુફા છે અને તે ગુફામાં આબેહુબ હાથણી બેઠી હોય તેવા આકારનો પથ્થર છે અને ત્યા લોકો પૂજા અર્ચના પણ કરે છે. હાલ ચોમાસાની સિઝનમાં વિસ્તારનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. રજાના દિવસોમાં પ્રવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.