85 લોકોને હોસ્પિટલમાં રીફર કરાયા

2022-07-26 898

લઠ્ઠાકાંડ મુદ્દે સવારે 9 વાગ્યા સુધી 17 એમ્બ્યુલન્સ દોડાવી છે. જેમાં 9 વાગ્યા સુધીમાં એમ્બ્યુલન્સ દ્વારા 85 લોકોને રીફર કરાયા છે. તેમાં ભાવનગર, બોટાદ, અમદાવાદ સિવિલમાં દર્દીઓ

દાખલ કરાયા છે. જેમાં રાત્રિ દરમિયાન એમ્બ્યુલન્સ સતત દોડતી રહી છે.

ભાવનગર, બોટાદ, અમદાવાદ સિવિલમાં દર્દીઓ દાખલ

ઉલ્લેખનીય છે કે લઠ્ઠાકાંડના દર્દીઓમાં વધુ એક સમસ્યા જોવા મળી છે. જેમાં કેટલાક દર્દીઓના આંખોની રોશની નબળી પડી છે. તેમાં અત્યાર સુધી 57 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ

છે. તેમજ ભાવનગરમાં 10 દર્દીઓના મોત નિપજ્યા છે. તથા ભાવનગરમાં વધુ 2 દર્દીઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેમાં ભાવનગરમાં હવે અંતિ ગંભીર

લોકોને રીફર કરવામાં આવી રહ્યા છે. જેમાં ઘણા દર્દીઓની આંખોની રોશની ગાયબ થઇ છે.

રાત્રિ દરમિયાન સતત દોડતી રહી એમ્બ્યુલન્સ

તેમજ અમદાવાદ સિવિલમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં લઠ્ઠાકાંડના દર્દીઓ છે તે વોર્ડ બહાર સિક્યોરિટીનો ખડકલો જોવા મળ્યો છે. તેમાં C7 વોર્ડ બહાર

સિક્યોરિટી ગાર્ડ ખડકી દેવાયા છે. તથા ડોકટર અને સ્ટાફ સિવાય તમામને અંદર જવા માટે મનાઈ છે. તેમજ સરકારના આદેશ બાદ બંદોબસ્ત વધારી દેવાયો છે. તથા મીડિયાને પણ વોર્ડ

બહાર જવા પર પ્રતિબંધ છે.

Videos similaires