બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

2022-07-26 4,390

ધંધૂકા - બરવાળામાં ઝેરી દારૂ પીવાથી 27નાં મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 લોકોનાં મોત થયા છે. તેમજ બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત
થયા છે. તથા ચદરવા ગામનાં 2 અને દેવગણા ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ ધંધુકા તાલુકાનાં આકરૂં ગામના 3 લોકોનાં મોત થયા છે.

બોટાદના રોજિંદ ગામના 5 લોકોનાં મોત

ઉલ્લેખનીય છે કે અણીયાલી ગામનાં 2 અને ઉચડી ગામના 2 લોકોનાં મોત થયા છે. તેમજ અન્ય ગામના 9 લોકોનાં મોત થયા છે. તથા 31 લોકો હજુ સારવાર હેઠળ છે. તેમજ બોટાદ

લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો છે. જેમાં પિપલજની કંપનીના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. તેમાં જયેશ નામના આરોપીની ધરપકડ કરાઇ છે. જેમાં ખાનગી કંપનીના

કર્મચારીને ક્રાઈમ બ્રાન્ચે પકડ્યો છે. તથા 600 લીટર મિથેલોન વેચનાર આરોપી ઝડપાયો છે. જેમાં મંજુરી વગર મિથેલોન ગેરકાયદે વેચ્યુ હતુ.

બોટાદ લઠ્ઠાકાંડનો મુખ્ય આરોપી ઝડપાયો

તેમજ મિથેલોનનો ઉપયોગ દેશી દારુ બનાવવામાં થયો હતો. તેમાં પીપળજની AMOS કંપનીમાંથી મિથેલોન ખરીદાયું હતું. જેમાં AMOS કંપની ગેરકાયદે હોવાનું પ્રાથમિક અનુમાન
છે. તથા AMOS કેમિકલ કંપની પાસે હેલ્થ વિભાગનું લાઇસન્સ નથી

Videos similaires