ખંભાળિયાના ઘી ડેમમાં જોખમી સ્નાનનો વીડિયો સામે આવ્યો

2022-07-25 1,755

ખંભાળિયા ઘી ડેમમાં જોખમી સ્નાનનો વીડિયો સામે આવ્યો છે. જેમાં ખંભાળિયા ખાતે આવેલ ઘી ડેમ ઓવરફ્લો થયો હોઈ ત્યાં ડેમમાં સ્નાન કરવા તેમજ તેના નીચાણવાળા વિસ્તારમાં

જવા પર પ્રતિબંધ હોવા છતાં નિયમો નેવે મુકતા યુવાઓ જોવા મળ્યા છે.

એક તરફ જિલ્લા કલેકટર લોકોને સાવચેતી રહેવા અપીલ કરતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ નિયમોની એસીતેસી કરી ઘી ડેમના ઓવરફ્લોમાં જોખમી રીતે સ્નાન કરતા યુવકો જોવા

મળ્યા હતા. જેમાં અકસ્માત થાય તો જવાબદાર કોણ... તંત્ર દ્વારા ફકત સૂચના જ આપવામાં આવે છે પરંતુ તેના પર કાર્યવાહી કેમ નથી તેવા અનેક પ્રશ્નો લોકોમાં ઉત્પન્ન થયા છે.