સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો

2022-07-25 997

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો થયો છે. જેમાં ઓમકારેશ્વર ડેમમાંથી 3.25 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. તથા નર્મદા ડેમમાં 24 કલાકમાં જળ સપાટીમાં 2

મીટરનો વધારો થયો છે. તેમજ RBPH, CHPHના તમામ પાવર હાઉસ, તમામ યુનિટ શરૂ કરવામાં આવ્યા છે.

નર્મદા ડેમની જળ સપાટી 125.92 મીટરે પહોંચી છે. જેમાં મધ્યપ્રદેશના ઓમકારેશ્વ ડેમમાંથી 3 લાખ 25 હજાર ક્યુસેક પાણી છોડાયું છે. તેમાં સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં

ધરખમ વધારો થયો છે. જેમાં 24 કલાકમાં 2 મીટરનો વધારો થયો છે. તેથી પાણીની આવક 2 લાખ 92 હજાર ક્યુસેક થઇ છે. તથા સરદાર સરોવરમાં કુલ પાણી સ્ટોરેજ 2290 મિલિયન

ક્યુબીક મીટર છે. જેમાં દર કલાકે ડેમની જળ સપાટીમાં 10થી 12 સેન્ટિમીટરમાં વધારો થયો છે.