અમરેલીના ગળધરા ખોડિયાર મંદિરે ભક્તોની ભીડ જામી છે. જેમાં ખોડિયાર મંદિરના ધોધના અહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. તથા ખોડિયાર ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલાયો છે.
અમરેલી જિલ્લાનું સુપ્રસિદ્ધ ધારી ગળધરા ખોડિયાર મંદિરે ભક્તો ઉમટી પડ્યા છે. તેમાં ગળધરા ખોડિયાર મંદિરના ધોધનો મનોરમ નજોરો જોવા મળ્યો છે.
મનમોહક દ્રશ્યો અને ધોધનો આનંદ ઉઠાવતા ભક્તો કેમેરામાં કેદ થયા છે. તેમજ ખોડિયાર ડેમનો એક દરવાજો અડધો ફૂટ આસપાસ ખુલ્લો રહેતા ધોધના મનમોહક દ્રશ્યો સર્જાયા છે.
જેમાં ચારેબાજુ ડુંગરાળ જમીનમા લિલી હરિયાળી અને વચ્ચે મનમોહક પાણીનો ધોધ જોવા મળ્યો છે. તથા સેલ્ફીના શોખીનો સેલ્ફીનો આનંદ ઉઠાવતા કેમેરામાં કેદ થયા છે.