મહેસાણામાં ધોધમાર વરસાદ, સોસાયટીઓ સ્વિમિંગ પુલમાં ફેરવાઈ

2022-07-24 522

મહેસાણામાં 3.5 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. મહેસાણા શહેર ઉપરાંત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી રહી છે. ભારે વરસાદને પગલે મહેસાણાના અનેક વિસ્તારો જળબંબાકાર થયા છે. ઠેર-ઠેર જળબંબાકારની સ્થિતિને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે અને જનજીવન ખોરવાયું છે.