અરવલ્લી જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થયો છે. ત્યારે ભિલોડાના સુનસર ગામે ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી કુદરતી નજારો જોઇ શકાય છે. તથા ધોધ જીવંત થયો
છે. તેમજ કુદરતના ખોળે અહલાદક વાતાવરણમાં સ્થાનિક જનતા સિવાય અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, પાટણ સહિતના વિસ્તારમાંથી ખૂબ મોટી સંખ્યામાં સહેલાણીઓ
ઉમટી પડ્યા છે. આ સ્થાન એ મીની કશ્મીર તરીકે ઓળખાય છે. ત્યારે નયનરમ્ય વાતાવરણમાં નાના મોટા અબાલ વૃદ્ધ સૌ કોઈ સ્નાન કરી ધોધનો નજારો માણીને ધન્ય બન્યા છે.