કચ્છમાં સાર્વત્રિક વરસાદ, રાપરમાં 12 કલાકમાં 7 ઈંચ પાણી પડ્યું
2022-07-24
1
સતત વરસાદની ચાતક નજરે રાહ જોઈ રહેલા કચ્છના રાપર તાલુકામાં ગઈકાલે સાંજથી મેઘરાજાએ મન મૂકીને મહેર કરી છે. તાલુકા મથકે નોંધાયેલ વરસાદના આંકડા મુજબ, ગઈકાલે સાંજે 5 થી સવારના 5 વાગ્યા સુધી 7 ઈંચ વરસાદ વરસી ગયો છે.