બનાસકાંઠાના અંબાજી પંથકમાં વરસાદ ખાબક્યો છે. જેમાં વરસાદના પગલે બજારોમાં પાણી ભરાયા છે. તેમજ કોટેશ્વર ગૌમુખ સરસ્વતી નદીમાં પાણી વહેતું થયું છે. હવામાન વિભાગની
આગાહીના પગલે વરસાદની શરુઆત થઇ છે. જેમાં અંબાજી પંથકમાં ધીમીધારે વરસાદ થયો છે. તેમજ ઓછા વરસાદમાં પણ પાણી પાણી થયુ છે.
બજારોના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તેમાં રાહદારીઓ પરેશાન થયા છે. તથા અંબાજી આસપાસ વરસાદ આવતા અરાવલી પર્વતમાળાની સુંદરતા વધી છે. તેમાં
ગબ્બર પર્વત પર સુંદર નજારો જોવા મળ્યો છે. તેમાં અંબાજી પંથકમા કેટલાક વિસ્તારોમાં પાણી વહેતું જોવા મળ્યું છે.