હિંમતનગરમાં વરસાદ શરૂ, રેલવે અંડરપાસમાં પાણી ભરાયા

2022-07-23 446

અચાનક કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં પણ

વરસાદી માહોલ જામ્યો છે. હિંમતનગરમાં ધોધમાર વરસાદને પગલે રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહનચાલકોને ભારે

હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ તો વહીવટી તંત્ર વરસાદી પાણીનો નિકાલ કરવા સાથે વાહન વ્યવહાર ફરીથી રાબેતા મુજબ ચાલુ કરવા કામે લાગ્યું છે.