વડોદરાના ડભોઇ તરસાણા નવીનગરીમાં મગર દેખાયો હતો. જેમાં આશરે 4 ફૂટના મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. તથા ડભોઇ વનવિભાગ તેમજ નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવાનો
દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જેમાં મગર ગ્રામ્ય વિસ્તારમાં આવી જતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. તેમજ રેસ્ક્યુ થયા બાદ મગર જોવા લોકટોળા ઉમટ્યા હતા. વરસાદને પગલે
નદીઓ તથા તળાવોમાં મગર આવી જવાની ઘટના બનતી હોય છે. તેથી તરસાણા ગામે તળાવમાંથી બહાર આવી મગર નવીનગરીમાં આવી પહોંચ્યો હતો.