નેશનલ ગેમ્સ 2022નો લોગો લોન્ચ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નેશનલ ગેમ્સ 2022નો લોગો લોન્ચ કર્યો છે. તેમજ નેશનલ ગેમ્સ માટે રાજ્ય સરકારે MOU પણ
કર્યા છે. તથા 27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં નેશનલ ગેમ્સ યોજાશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગુજરાત માટે ગૌરવપૂર્ણ તક છે.
નેશનલ ગેમ્સ માટે રાજ્ય સરકારે MOU પણ કર્યા
ઉલ્લેખનીય છે કે નેશનલ ગેમ્સ 2022નો લોગો લોન્ચના પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતુ કે 7 વર્ષના અંતરાલ બાદ ગુજરાતમાં નેશનલ ગેમ્સ રમાશે. તેમજ 36મી નેશનલ
ગેમ્સનું યજમાન ગુજરાત બન્યુ છે. તેમાં 36મી નેશનલ ગેમ્સનો લોગો CM દ્વારા લોન્ચ કરાયો છે. ત્યારે IOA અને GOA પ્રમુખ અને સેક્રેટરી હાજર રહ્યા છે. તથઆ રાજ્યના અલગ
અલગ જિલ્લાના ખેલાડીઓ પણ હાજર રહ્યા છે.
27 સપ્ટેમ્બરથી ગુજરાતમાં યોજાશે નેશનલ ગેમ્સ
તેમજ દેશના 7000 ખેલાડીઓ ગુજરાત આવશે. રાષ્ટ્રહિત અને ટિમ ઇન્ડિયાની સ્પિરિટ ખેલાડીઓ જાગૃત થાય તે પ્રકારે ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. તથા 3 મહિનામાં ગુજરાત
ગેમ્સનું આયોજન કરવા તૈયાર થયું છે. આ પ્રકારનો ઉત્સાહ ક્યાંય જોવા મળ્યો નથી તેવો ઉત્સાહ ગુજરાતમાં જોવા મળ્યો છે.