રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલમાં પહેલીવાર ઈમરજન્સી સારવાર બંધ

2022-07-22 284

ઈન્ડિયન મેડિકલ એસોસિયેશને મોટી જાહેરાત કરી છે. તેમાં રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ બંધ રહેશે તમે જણાવ્યું છે. તથા OPD, ઈમરજન્સી સહિતની તમામ સારવાર બંધ રહેશે.
તેમજ ગુજરાતમાં પહેલીવાર ઈમરજન્સી સારવાર બંધ થશે. તેમાં ફાયર NOC અને ICU નિયમો સહિત આદેશોનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.

રાજ્યની તમામ ખાનગી હોસ્પિટલ રહેશે બંધ

રાજ્યભરમાં એક દિવસની હડતાળ છે. જેમાં એકસાથે હજારો હોસ્પિટલો બંધ થશે. તથા ગુજરાતમાં ખાનગી હોસ્પિટલનાં 40 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતરી રહ્યાં છે. રાજ્યમાં આ

મોટી હડતાળના કારણે 30 હજારથી વધુ સર્જરી અટકી પડશે, એટલું જ નહીં ખાનગી હોસ્પિટલોએ OPD અને ઈમર્જન્સી સેવા પણ બંધ રાખવાનો નિર્ણય કર્યો હોવાથી દર્દીઓને સરકારી

હોસ્પિટલો તરફ જ વળવુ પડશે. ICU ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા બાબતે ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

OPD, ઈમરજન્સી સહિતની તમામ સારવાર રહેશે બંધ

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા ICUમાંથી ગ્લાસ દૂર કરવા મામલે આપવામાં આવેલા નિર્દેશ બાદ ડોકટરોમાં રોષ ફેલાયો છે. સાયન્ટિફિક રીતે ICU ગ્રાઉન્ડ

ફ્લોર પર રાખવા શક્ય નથી અને બારીઓના કાચ દૂર કરવાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન, ગુજરાત બ્રાન્ચ દ્વારા આજે હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.