હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરત બનાવશે 1 કરોડ તિરંગા

2022-07-21 1,158

હર ઘર તિરંગા અભિયાન હેઠળ સુરતની એક મિલ 1 કરોડ તિરંગા બનાવશે. જેમાં અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 15 ઓગસ્ટે ભારતની આઝાદીને 75 વર્ષ પુરા થવાના છે

તેથી આ પ્રસંગે લોકોમાં દેશભક્તિની ભાવના જગાવાવા માટે મોદી સરકારે દેશવ્યાપી અભિયાન શરૂ કર્યું છે. તેમાં હર ઘર તિરંગા અભિયાન દરમિયાન લોકોએ પોતાના ઘરો પર તિરંગો

લહેરાવીને દેશભક્તિનો પરિચય આપવાનો રહેશે. જેમાં અત્યારથી તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે સુરતના એક કપડાં ઉત્પાદકને એક કરોડ જેટલા તિરંગા બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. જેનું ઉત્પાદન પણ તેમના દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. અને આગામી

10 ઓગસ્ટ સુધી આ તમામ તિરંગા તૈયાર કરી દેવામાં આવશે. સુરતની આ મિલમાં બનાવવામાં આવી રહેલ તિરંગા સમગ્ર દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવશે.

આગામી 10 ઓગસ્ટ પહેલા અહીં ઉત્પાદિત થયેલા તિરંગા દેશના અલગ અલગ રાજ્યો અને શહેરોમાં મોકલવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે ભાજપના મોટા નેતાઓ અને મોવડી મંડળ

તેમજ કાર્યકર્તાઓ દ્વારા હાલ પહેરવામાં આવતી ભાજપની ટોપીનું ઉત્પાદન પણ આ જ કપડાં ઉત્પાદક દ્વારા કરવામાં આવ્યું હતું.