અરવલ્લીમાં ખેતરો સરોવર બન્યા । શામળાજીમાં રોડ ધોવાયા

2022-07-20 62

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કસાડા અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે ખેતરો જાણે સરોવર બની ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અહીં ખેડૂતોએ જે મહામહેનતે પાકનું વાવેતરણ કર્યું હતું, તે નિષ્ફળ ગયું છે. તો શામળાજીમાં વરસાદ બાદ પાણી તો ઉતીર ગયા છે, પણ વાહન ચાલકોને રોડ ધોવાઈ જવાના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.