વડોદરામાં આજવા સરોવર ઓવરફ્લો । વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી

2022-07-20 434

હાલ તો મેઘરાજાએ વડોદરામાં વિરામ લીધો છે, શહેરમાં પુરનું સંકટ ટળી ગયું છે, જોકે આજવા સરોવર ઉપરવાસમાં વરસાદના કારણે ઓવરફ્લો થયું છે અને ત્રણ કલાકથી એકધારુ લેવલ બતાવી રહ્યું છે. આજવા સરોવરમાં 211.50 ફૂટ જળસપાટી યથાવત્ છે. તો વિશ્વામિત્રી નદી પણ બે કાંઠે વહી રહી છે. વિશ્વામિત્રી નદીની સપાટી 16 ફૂટે પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીના પાણી હાલ આજવા સરોવરમાં જઈ રહ્યા છે.

Videos similaires