પંચમહાલ જિલ્લામાં રાત્રીના સમયે આકાશમાં ડ્રોન દેખાવાનો સિલસિલો યથાવત

2022-07-20 70

પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામા આકાશમાં ડ્રોન ઉડવાનો ભય એટલી હદે ફેલાયો છે કે 30 થી વધુ ગામના સરપંચ ભેગા મળી મામલતદાર અને પોલીસને આવેદનપત્ર આપવાની ફરજ પડી હતી. મોરવા હડફ તાલુકાના અનેક ગામોમાં રાત્રીનાં 7 થી 11 વાગ્યા દરમિયાન આકાશમાં ડ્રોન જોવા મળ્યા હોવાનો સ્થાનિકો દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. રાત્રી સમયે આકાશમાં નજરે પડતાં ડ્રોનને લઈ સ્થાનિકોમાં એક રીતે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Videos similaires