અરવલ્લીના યાત્રાધામ શામળાજીમાં મેઘાની જોરદાર જમાવટ જોવા મળી. અહીં એવો વરસાદ ખાબક્યો કે, મંદિરની આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા. અહીંના બજારમાં પાણી ભરાવાથી કરોડોનું નુકસાન થયાના અહેવાલ છે. તો શામળાજીના રતનપુર હાઈવેનો રોડ પર ભરપુર પાણી ભરાયા છે. અહીં નીચાણવાળા વિસ્તારો પણ મેઘરાજાના કહેરથી બાકા નથી.