અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. તેમજ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેથી વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં
પાણી ભરાયા છે. તેમાં શાહીબાગ, દરિયાપુર, શાહપુર, બાપુનગર, ઠક્કરનગર, નિકોલ, નરોડા, મેમ્કો, દિલ્હી દરવાજા, ઈન્કમટેક્સ, લાલ દરવાજા, માધુપુરામાં વરસાદ છે.
વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી વરસાદ રહેશે
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, આહવામાં વરસાદની આગાહી છે. તેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી વરસાદ રહેશે. રાજ્યમાં
સાર્વત્રિક વરસાદ રહેશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
આણંદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી
તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર સહિત વરસાદી ઝાપટા રહેશે. તથા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવાથી ભારે વરસાદની
આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.