વડોદરા શહેરમાં ઘરોમાં ઘૂંટણસમા વરસાદી પાણી ભરાયા

2022-07-19 1,250

વડોદરાના વાઘોડિયામાં વરસાદી પાણી ભરાયા છે. જેમાં કારી તલાવડી રહેણાંક વિસ્તારમાં પાણી ઘૂસ્યા છે. તેમાં ઘરોમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વરસાદી પાણી ઘરોમાં આવતા

સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.

વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર સહિત વરસાદી માહોલ

તેમજ રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. જેમાં ઉત્તર અને દ.ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. તથા અમદાવાદ, વડોદરા, ખેડામાં વરસાદની

આગાહી છે. તથા વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી વરસાદ રહેશે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, આહવામાં વરસાદની આગાહી

છે. તેમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે જેથી વરસાદ રહેશે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

આણંદ, ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી

તેમજ મધ્ય ગુજરાતના અમદાવાદ, વડોદરા, ખેડા, આણંદ, ગાંધીનગર સહિત વરસાદી ઝાપટા રહેશે. તથા ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં બે દિવસ હળવાથી ભારે વરસાદની

આગાહી છે. તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, નવસારી, ભરૂચ, ડાંગ, તાપી, આહવા સહિતના વિસ્તારોમાં વરસાદ રહેશે.