રાજકોટમાં સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. જેમાં સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2810એ પહોંચ્યો છે. તેમજ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.10નો વધારો થયો છે. તથા કપાસિયા
તેલના ભાવમાં પણ રૂ.10નો વધારો થયો છે. તેથી કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.2510એ પહોંચ્યો છે. તથા ત્રણ મહિનામાં પામતેલમાં 500થી 600 રૂપિયાનો ઘટાડો થયો છે.
સિંગતેલના ભાવમાં ડબ્બે રૂ.10નો વધારો
ઉલ્લેખનીય છે કે રાજકોટ સહિત સૌરાષ્ટ્રમા સાતમ આઠમના તહેવારો નજીક આવતાની સાથે જ સિંગતેલના ભાવમાં ફરી વધારો થયો છે. તેમજ ફરી સિંગતેલના ડબ્બો 2800ની સપાટીએ
પહોંચ્યો છે. તેમજ સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા 10નો ભાવ વધારો થતાં સિંગતેલનો ડબ્બો 2810 રૂપિયા પહોંચ્યો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે
તો કપાસિયા તેલમાં પણ 10 રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ 2510 થયો છે.
ત્રણ મહિનામાં પામતેલમાં 500થી 600 રૂપિયાનો ઘટાડો
ઈન્ડોનેશિયાથી મોટા પ્રમાણમાં પામતેલની આયાતને લઈને પામતેલનો ડબ્બો 1920 રૂપિયા થયો છે. તથા છેલ્લા ત્રણ મહિનામાં પામતેલમાં 500થી 600 રૂપિયાનું ઘટાડો થયો છે.
મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓનું બજેટ
ખોરવાઈ ગયુ છે.