વિદ્યાર્થીઓને ઓફિસમાં જ નિર્વસ્ત્ર કરાતા હોવાનો વીડિયો જાહેર થતાં ચકચાર

2022-07-18 681

સુરતના પૂણા વિસ્તારમાં આવેલી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર-300ના આચાર્ય વિરુદ્ધ વિદ્યાર્થીઓની જાતીય સતામણી પ્રકરણમાં આખરે પુણા પોલીસ મથકમાં ફરિયાદ થઇ છે. નિર્લજ્જ આચાર્ય નિશાંત વ્યાસ વિરુદ્ધ સોમવારે રાતે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ થયો હતો. આચાર્ય વિરુદ્ધ શાળાના બે વિદ્યાર્થીઓએ પોલીસને નિવેદન આપ્યું હતું. વિદ્યાર્થીઓને આચાર્યની ઓફિસમાં જ નિર્વસ્ત્ર કરવામાં આવ્યા હોવાનું સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યું હોઇ આચાર્ય વિરુદ્ધ કાયદેસરનાં પગલાં ભરવામાં આવતા સમગ્ર શિક્ષણ જગતમાં ભારે ચક્ચાર મચી ગઇ હતી.

Videos similaires