દિલ્હીમાં સિક્કિમ પોલીસના જવાને ઝઘડામાં પોતાના સાથીદારોને ગોળી મારી
2022-07-18 85
રાજધાની દિલ્હીમાં સોમવારે સિક્કિમ પોલીસના એક જવાને પોતાના 3 સાથીદારોની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં 2 પોલીસ કર્મીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે એક જવાનનું હોસ્પિટલ પહોંચ્યા પહેલા જ મોત થયું હતું.